Sport TR Bet
sports

Asian Games 2026 : 44 વર્ષ બાદ ભારતની મહિલા હોકી ટીમે ચીનને હરાવી ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સ 2026માં ભારતની મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમની આ જીતથી દેશના રમતપ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં મજબૂત રમતનું પ્રદર્શન કરીને અંતે સુવર્ણ સફળતા મેળવી છે.આ સાથે એશિયન ગેમ્સમાં ભારતે કુલ 16 ગોલ્ડ મેડલ જીત્યા છે

ભારતના ખાતામાં વધુ એક સુવર્ણ


મહિલા હોકી ટીમના ગોલ્ડ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ ખાતામાં વધુ એક સુવર્ણનો ઉમેરો થયો છે. ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ ચીન સામે સંયમ અને આક્રમકતા વચ્ચે સંતુલન જાળવીને 1-0ની મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.


બોક્સિંગમાં પણ ભારતનો દબદબો


હોકી ઉપરાંત બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મહિલાઓની 75 કિલો કેટેગરીમાં લવલીના બોરગોહેને ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલાઓની 65 કિલો કેટેગરીમાં પરવીને પણ સુવર્ણ મેડલ પોતાના નામે કર્યો છે.

અંકુશ પંગલે પણ જીત્યું ગોલ્ડ


પુરુષોની 80 કિલો બોક્સિંગ કેટેગરીમાં અંકુશ પંગલે ગોલ્ડ મેડલ જીત્યો છે. એક જ દિવસમાં ભારતીય બોક્સિંગ માટે આ મોટી સફળતા રહી છે. લવલીના, પરવીન અને અંકુશની જીતથી ભારતના ગોલ્ડ મેડલની સંખ્યામાં વધારો થયો છે.


રેસલિંગમાં સુજીત કલકલનું સુવર્ણ


પુરુષોની ફ્રીસ્ટાઇલ 65 કિલો કેટેગરીમાં સુજીત કલકલે પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. સુજીતના શાનદાર પ્રદર્શનથી ભારતના મેડલ ટેલીમાં વધુ એક સુવર્ણનો ઉમેરો થયો છે.

મહિલા રિકર્વ ટીમે પણ રચ્યો ઇતિહાસ


આર્ચરીમાં અંકિતા ભકત, કીર્તિ અને કુમકુમ મોહોડની ભારતીય મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયા જેવી મજબૂત ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા રિકર્વ ટીમની આ જીત ભારતીય આર્ચરી માટે ઐતિહાસિક સિદ્ધિ બની છે.

રિકર્વમાં 2 સિલ્વર મેડલ


ભારતીય પુરુષ રિકર્વ ટીમ ફાઇનલમાં હાર્યા બાદ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી છે. કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્માદેવરાની રિકર્વ મિક્સ્ડ ટીમે પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

સેલિંગ અને સિપાક ટકરૉમાં બ્રોન્ઝ


નેત્રા કુમનાને મહિલાઓની ડિંગી સેલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત સિપાક ટકરૉની પુરુષ ક્વાડ્રન્ટ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.


ભારતના મેડલનો શાનદાર દિવસ


એશિયન ગેમ્સ 2026માં ભારત માટે આ દિવસ મેડલની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો છે. મહિલા હોકી ટીમના ગોલ્ડ ઉપરાંત બોક્સિંગ, રેસલિંગ અને આર્ચરીમાં પણ ભારતે સુવર્ણ જીત્યા છે. ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનથી દેશના મેડલ અભિયાનને વધુ મજબૂતી મળી છે.

આ પણ વાંચો : Flydubai : " માન ગયે ગુરુ...જે રીતે પ્લેન નીચે આવતું હતું તેને હેન્ડલ કરવું કોઇ ચમત્કારથી ઓછું નથી " સ્મિત મચ્છરના ગુરુ પણ..

Original source: sandesh.com →