Sport TR Bet
sports

India Footbal ટીમની જાહેરાત, 26 ખેલાડીઓની પસંદગી કરાઇ

ભારતીય ફૂટબોલ ટીમ માટે આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. મુખ્ય કોચ ખાલિદ જમીલે 26 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ આગામી દિવસોમાં પનામા, બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે 3 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમશે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક બની રહેશે.

ભારતીય ટીમ અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે

ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 26 સપ્ટેમ્બરે કરશે. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પનામા સામે થશે. ત્યારબાદ ભારતીય ટીમ કોલકાતા જશે, જ્યાં 3 ઓક્ટોબરે 5 વખતની વિશ્વ ચેમ્પિયન બ્રાઝિલ અને 6 ઓક્ટોબરે 2 વખતની વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે મેદાનમાં ઉતરશે.આ ત્રણેય ટીમો આ વર્ષે યોજાયેલા FIFA વિશ્વ કપમાં ભાગ લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ માટે વિશ્વસ્તરીય ટીમો સામે રમવાનો અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મુખ્ય કોચ ખાલિદ જમીલ પણ આ મેચો દ્વારા ટીમની તાકાત અને નબળાઈઓ સમજવાનો પ્રયાસ કરશે.

14 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય શિબિર

ભારતીય રાષ્ટ્રીય ટીમની શિબિર 14 સપ્ટેમ્બરથી બેંગલુરુમાં શરૂ થશે. પનામા સામેની મેચ બાદ ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે કોલકાતા માટે રવાના થશે. ત્યારબાદ માત્ર થોડા દિવસના અંતરે ભારત બ્રાઝિલ અને ઉરુગ્વે જેવી મજબૂત ટીમો સામે મેચ રમશે.આ ત્રણેય મુકાબલા ભારતીય ટીમ માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આગામી સમયમાં ટીમને અનેક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવાની છે. ખાસ કરીને બ્રાઝિલ અને ઉરુગ્વે સામે રમવાથી ભારતીય ખેલાડીઓને મોટા મંચ પર પોતાની રમતનું મૂલ્યાંકન કરવાની તક મળશે.


ભારતની 26 સભ્યોની ટીમ

ગોલકીપર:એલ્બિનો ગોમ્સ, ગુરપ્રીત સિંહ સંધુ, પ્રભસુખન સિંહ ગિલ અને સોમ કુમાર.

ડિફેન્ડર:અભિષેક સિંહ ટેકચામ, આકાશ મિશ્રા, અનવર અલી, બિજોય વર્ગીઝ, હમિંગથનમાવિયા રાલ્ટે, જય ગુપ્તા, પ્રમવીર અને રિકી મીતેઈ હાઓબામ.

મિડફિલ્ડર:અનિરુદ્ધ થાપા, આશિક કુરુનિયન, ફારુખ ચૌધરી, લાલેંગમાવિયા રાલ્ટે, મેકાર્ટન નિક્સન, મોહમ્મદ સનાન, રિકી શાબોંગ અને સહલ અબ્દુલ સમદ.

ફોરવર્ડ:એડમન્ડ લાલરિન્દિકા, ઇરફાન યાડવાડ, મનવીર સિંહ, રહીમ અલી, રેયાન વિલિયમ્સ અને વિક્રમ પ્રતાપ સિંહ.

ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ

26 સપ્ટેમ્બર:ભારત વિરુદ્ધ પનામા — શ્રી કાંતિરવા સ્ટેડિયમ,બેંગલુરુ

3 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ બ્રાઝિલ — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા

6 ઓક્ટોબર:ભારત વિરુદ્ધ ઉરુગ્વે — વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ, કોલકાતા

આ પણ વાંચો - Australia-A squad : ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમ જાહેર,ભારતીય મૂળના 2 ખેલાડીઓને મળ્યું સ્થાન


Original source: sandesh.com →