ફૂટબોલની દુનિયામાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાની જર્સીમાં 2 દાયકાથી વધુ સમય સુધી મેદાન પર જાદુ ચલાવનાર મેસ્સી હવે નેશનલ ટીમ માટે રમતા જોવા મળશે નહીં.
લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ 2022નો ફિફા વર્લ્ડકપ જીત્યો હતો. 2026માં ટીમે મેસ્સીની કેપ્ટનશીપમાં ફાઈનલ પણ રમી હતી, પરંતુ સ્પેન સામે હારી ગઈ હતી, જેના કારણે તે સતત બીજી વખત ટાઈટલ મેળવવાથી ચૂકી ગઈ હતી.
લિયોનેલ મેસ્સીની ઈમોશનલ પોસ્ટ
પોતાના ઈમોશનલ વિદાય મેસેજમાં લિયોનેલ મેસ્સીએ સમજાવ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેને લખ્યું કે તેને પોતાના દેશ માટે બધું જ આપી દીધું છે અને હવે તેને લાગ્યું કે તેની પાસે આપવા માટે કંઈ બચ્યું નથી. મેસ્સીના મતે આ નિર્ણય ખૂબ જ ઈમોશનલ હતો, પરંતુ તેમને લાગ્યું કે હવે યોગ્ય સમય છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને સૌપ્રથમ 21 જુલાઈના રોજ પોતાના વિચારો લખ્યા હતા, પરંતુ ત્યારબાદના કૌટુંબિક ઘટનાઓએ તેને આ નિર્ણય અંગે સંપૂર્ણપણે ખાતરી આપી હતી.
લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરપૂર
લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સાથેની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે અને ઐતિહાસિક રહી છે. પોતાના કરિયર દરમિયાન તેને પોતાના દેશને ઘણી યાદગાર જીત અપાવી અને વિશ્વ ફૂટબોલમાં આર્જેન્ટિનાની પ્રતિષ્ઠા વધારી.
એક સમય એવો હતો જ્યારે મોટી ટુર્નામેન્ટમાં સતત હાર બાદ મેસ્સીની ઈન્ટરનેશનલ કરિયર પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પરંતુ તેને પાછા ફરીને પોતાની ટીમને એવી ઊંચાઈઓ પર પહોંચાડી જેની લાખો આર્જેન્ટિનાના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન